લિવ્યંતરણ

લિવ્યંતરણ 20 કરતાં વધુ ભાષાઓનું સમર્થન કરે છે. લિવ્યંતરણ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે નીચેની વિડિઓ તપાસો. સાથે જ તેને ઓનલાઇન અજમાવો.

લિવ્યંતરણ લખાણની એક પ્રણાલીથી ધ્વન્યાત્મક સમાનતા પર આધારિત બીજી પર મેપ કરવાની પદ્ધતિથી સંદર્ભિત છે. આ સાધન સાથે, તમે લેટિન અક્ષરો (ઉ.દા. a, b, c વગેરે) માં લખો છો, જે લક્ષ્ય ભાષામાં સમાન ઉચ્ચારવાળા અક્ષરોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, હિન્દી લિવ્યંતરણમાં, તમે "नमस्ते" મેળવવા માટે "namaste" લખો છો, જે "namaste" જેવું લાગે છે. વિકલ્પ લિવ્યંતરણોની સૂચિ તમારા માટે પસંદ કરવા માટે બતાવવામાં આવી શકે છે નોંધ લેશો કે "લિવ્યંતરણ" એ "અનુવાદ" કરતાં અલગ છે: રૂપાંતરણ ઉચ્ચાર પર આધારિત હોય છે, નહીં કે અર્થ પર.

લિવ્યંતરણ અસ્પષ્ટ ધ્વન્યાત્મક મેપિંગનું સમર્થન કરે છે. તમે લેટિન અક્ષરોમાં ઉચ્ચારના શ્રેષ્ઠ અનુમાનને લખો છો અને લિવ્યંતરણ શ્રેષ્ઠ સૂચનો સાથે તેનો મેળ કરશે. ઉદાહરણ તરીકે, "namaste" અને "nemaste" ને વિકલ્પ તરીકે "नमस्ते" માં રૂપાંતરિત કરવામાં આવશે.

લિવ્યંતરણનો ઉપયોગ કરવા માટે, પ્રથમ પગલું છે ઇનપુટ સાધનો સક્ષમ કરવા. શોધ, Gmail, Google ડ્રાઇવ, Youtube, અનુવાદ, Chrome અને Chrome OSમાં ઇનપુટ સાધનોને સક્ષમ કરવા માટે સૂચનાઓને અનુસરો.

લિવ્યંતરણને ભાષામાંના કોઈ અક્ષર દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે, જેમ કે . આયકન પર ક્લિક કરવું વર્તમાન લિવ્યંતરણનું ચાલુ/બંધ ટૉગલ કરે છે અથવા બીજું ઇનપુટ સાધન પસંદ કરવા માટે તેની પાસેના તીરને ક્લિક કરો. જ્યારે લિવ્યંતરણ ચાલુ પર ટોગલ કર્યું હોય, ત્યારે બટન વધુ ઘાટુ ગ્રે બની જાય છે.

જ્યારે લિવ્યંતરણનો ઉપયોગ કરી રહ્યાં હોય, ત્યારે લેટિન અક્ષરોમાં શબ્દ ધ્વન્યાત્મક રીતે લખો. તમારા લખતાની સાથે જ, તમને ધ્વન્યાત્મક જોડણીને મેપ કરતા હોય તેવા શબ્દ અનુમાનો દેખાશે. તમે નીચેની ક્રિયાઓમાંથી કોઈપણ લઈને સૂચિમાંથી એક શબ્દ પસંદ કરી શકો છો:

  • પ્રથમ વિકલ્પને પસંદ કરવા માટે SPACE અથવા ENTER દબાવો,
  • કોઈ શબ્દ પર ક્લિક કરો,
  • શબ્દની આગળ સંખ્યા દાખલ કરો,
  • પૃષ્ઠ પર વિકલ્પોની સૂચિ પર UP/DOWN તીર કીઝ સાથે નેવિગેટ કરો. PAGEUP/PAGEDOWN કીઝ સાથે પૃષ્ઠોને ફ્લિપ કરો. હાઇલાઇટ કરેલ શબ્દને પસંદ કરવા માટે SPACE અથવા ENTER દબાવો