Google સેવાની શરતો

અસરકારક 5 જાન્યુઆરી, 2022 | આર્કાઇવ કરેલ આવૃત્તિ | PDF ડાઉનલોડ કરો

દેશ વિશેષ વર્ઝન: યુનાઇટેડ સ્ટેટ્સ

અમારી સેવાઓના તમારા ઉપયોગ દરમિયાન Google પાસેથી શું આશા રાખી શકાય — અને અમે તમારી પાસેથી શું આશા રાખીએ છીએ, — તે સમજવાનું તમારા માટે સરળ બની રહે એ માટે અમે 22 મે, 2024થી અમારી સેવાની શરતો અપડેટ કરી રહ્યાં છીએ. ત્યાં સુધી, નીચે જણાવેલી શરતો લાગુ રહેશે.

નવી શરતોનો પ્રીવ્યૂ જુઓ

આ શરતોમાં આવરી લેવાયેલી બાબતો

અમે જાણીએ છીએ કે આ સેવાની શરતો છોડવાની ઈચ્છા થવી સ્વાભાવિક છે, પણ તમે Google સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખી શકો અને અમે તમારી પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ તે નિર્ધારિત કરવું જરૂરી છે.

આ સેવાની શરતો Googleનો વ્યવસાય થવાની રીત, અમારી કંપનીને લાગુ થતા કાયદા અને અમે હંમેશાં સાચી માની છે તે કેટલીક બાબતો દર્શાવે છે. પરિણામે, આ સેવાની શરતો Googleનો તમારી સાથેનો સંબંધ વ્યાખ્યાયિત કરવામાં સહાય કરે છે કારણ કે તમે અમારી સેવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો. ઉદાહરણ તરીકે, આ શરતોમાં નીચેના વિષયોના શીર્ષકોનો સમાવેશ થાય છે:

આ શરતો સમજવી મહત્વપૂર્ણ છે, કારણ કે અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે આ શરતો સાથે સંમત થાઓ છો.

આ શરતો ઉપરાંત અમે પ્રાઇવસી પૉલિસીપણ પ્રકાશિત કરીએ છીએ. અમે તમને એ વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ જેથી તમે તમારી માહિતીને અપડેટ કરવાની, મેનેજ કરવાની, તેની નિકાસ કરવાની અને તેને ડિલીટ કરવાની.રીત વધુ સારી રીતે સમજી શકો.

શરતો

સેવા આપનાર

Google સેવાઓ આપનાર અને તમે જેમની સાથે કરાર કરી રહ્યા છો તે:

Google LLC
ડેલવેર રાજ્ય, USA ના કાયદાઓ હેઠળ સંગઠિત અને USA ના કાયદાઓ હેઠળ સંચાલિત

1600 Amphitheatre Parkway
Mountain View, California 94043
યુએસએ

ઉંમર સંબંધિત આવશ્યકતાઓ

જો તમે તમારું પોતાનું Google એકાઉન્ટ મેનેજ કરવા માટે આવશ્યક ઉંમર કરતાં ઓછી ઉંમરના હો, તો તમારે Google એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે તમારા માતાપિતાની અથવા કાનૂની વાલીની પરવાનગી મેળવવી જરૂરી છે. કૃપા કરીને તમારી સાથે તમારા માતાપિતા અથવા કાનૂની વાલીને આ શરતો વંચાવો.

જો તમે માતાપિતા અથવા કાનૂની વાલી હોવ અને તમે તમારા બાળકને સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા હો, તો આ શરતો તમને લાગુ થાય છે અને સેવાઓ પર તમારા બાળકની પ્રવૃત્તિ માટે તમે જવાબદાર છો.

કેટલીક Google સેવાઓમાં તેમની સેવા સંબંધિત વધારાની શરતો અને નીતિઓમાં વર્ણવ્યા મુજબ ઉંમર સંબંધિત વધારાની આવશ્યકતાઓ હોય છે.

Google સાથે તમારો સંબંધ

આ શરતો તમારી અને Google વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરવામાં સહાય કરે છે. વ્યાપક રૂપે કહીએ તો, જો તમે Googleનો વ્યવસાય કઈ રીતે કાર્ય કરે છે અને અમે કઈ રીતે કમાણી કરીએ છીએ તે દર્શાવતી આ શરતોનું પાલન કરવા સાથે સંમત થાઓ, તો અમે તમને અમારી સેવાઓનો ઉપયોગ કરવાની પરવાનગી આપીએ છીએ. જ્યારે અમે “Google,” “અમે”, “આપણે” અને “આપણું” કહેતાં હોઈએ, ત્યારે અમારો અર્થ Google LLC અને તેની આનુષંગિક કંપનીઓ હોય છે.

તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખી શકો

ઉપયોગી સેવાઓની વિશાળ શ્રેણી પ્રસ્તુત કરવી

અમે સેવાઓની એવી વ્યાપક શ્રેણી આપીએ છીએ જે અહીં આપેલી શરતોને આધીન હોય છે, આ સેવાઓમાં શામેલ છે:
  • ઍપ અને સાઇટ (જેમ કે Search અને Maps)
  • પ્લૅટફૉર્મ (જેમ કે Google Shopping)
  • એકીકૃત સેવાઓ (જેમ કે અન્ય કંપનીની ઍપ અથવા સાઇટમાં શામેલ કરેલું Maps)
  • ડિવાઇસ (જેમ કે Google Nest)

આમાંની ઘણી સેવાઓમાં એવું કન્ટેન્ટ પણ શામેલ હોય છે, જેને તમે સ્ટ્રીમ કરી શકો છો અથવા તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો.

અમારી સેવાઓ એકબીજાની સાથે કાર્ય કરી શકે તે મુજબ બનાવવામાં આવી છે, જેથી તમે એક પ્રવૃત્તિ પરથી બીજી પર સરળતાથી જઈ શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી Calendar ઇવેન્ટમાં સરનામું શામેલ હોય, તો તમે તે સરનામા પર ક્લિક કરી શકો છો અને Maps તમને ત્યાં કેવી રીતે પહોંચવું તે બતાવી શકે છે.

Googleની સેવાઓ ડેવલપ કરો, તેમને બહેતર બનાવો અને તેમને અપડેટ કરો

અમારી સેવાઓને બહેતર બનાવવા માટે અમે સતત નવી ટેક્નોલોજી અને સુવિધાઓ ડેવલપ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમને તરત અનુવાદ કરી આપવાની સુવિધાઓ પૂરી પાડવા સાથે જ સ્પામ અને માલવેરની વધુ સારી રીતે ભાળ મેળવવા તથા તેમને બ્લૉક કરવા માટે કૃત્રિમ બુદ્ધિમતા અને મશીન શિક્ષણનો ઉપયોગ કરીએ છીએ. આ સતત સુધારાના ભાગ તરીકે, અમે કેટલીક વખત સુવિધાઓ અને કાર્યક્ષમતાઓ ઉમેરી અથવા કાઢી નાખીએ છીએ, અમારી સેવાઓની મર્યાદાઓ વધારીએ અથવા ઘટાડીએ છીએ અને નવી સેવાઓ ઑફર કરવાનું શરૂ કરીએ છીએ અથવા જૂની સેવા ઑફર કરવાનું બંધ કરીએ છીએ. જ્યારે સેવા માટે ડાઉનલોડ કરી શકાય તેવા સૉફ્ટવેરની જરૂર હોય અથવા તેમાં તેનો સમાવેશ થતો હોય, તો તે સૉફ્ટવેર એક વાર નવું વર્ઝન અથવા સુવિધા ઉપલબ્ધ થાય ત્યારે તમારા ડિવાઇસ પર ક્યારેક ઑટોમૅટિક રીતે અપડેટ થાય છે. તમે કેટલીક સેવાઓમાં ઑટોમૅટિક રીતે અપડેટ થતા તમારા સેટિંગ ગોઠવી શકો છો.

જો અમે એવા વાસ્તવિક ફેરફારો કરીએ જે અમારી સેવાઓના તમારા ઉપયોગ પર નકારાત્મક રીતે અસર કરે અથવા જો અમે સેવા ઑફર કરવાનું બંધ કરીએ, તો અમે તમને અગાઉથી જરૂરી સૂચના આપીશું, જોકે દુરુપયોગ અટકાવવા, કાનૂની જરૂરિયાતો પૂરી કરવા અથવા સુરક્ષા તેમજ કાર્યક્ષમતા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવા જેવી તાકીદની પરિસ્થિતિઓ હોય, તો આમ કરવામાં આવશે નહીં. અમે તમને લાગુ કાયદા અને પૉલિસીઓને આધીન, Google Takeoutનો ઉપયોગ કરીને તમારા Google એકાઉન્ટમાંથી તમારું કન્ટેન્ટ નિકાસ કરવાની પણ તક આપીશું.

તમારી પાસેથી અમારી અપેક્ષાઓ

આ શરતો અને સેવા સંબંધિત વધારાની શરતોનું પાલન કરો

જ્યાં સુધી તમે નીચે જણાવેલી બાબતોનું પાલન કરો, ત્યાં સુધી અમે તમને અમારી સેવાઓનો ઉપયોગ કરવાની પરવાનગી આપીએ છીએ:

તમે એ પણ સંમત થાઓ છો કે અમારી પ્રાઇવસી પૉલિસી અમારી સેવાઓના તમારા ઉપયોગ પર લાગુ થાય છે. વધારામાં, અમે સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા અને અમારી સેવાઓનો ઉપયોગ કરવા વિશે અપેક્ષાઓ સેટ કરવા માટે કૉપિરાઇટ સહાયતા કેન્દ્ર, સુરક્ષા કેન્દ્ર અને અમારીપૉલિસી સાઇટ પરથી અમારી ટેક્નોલોજીના વર્ણનો જેવા સંસાધનો પ્રદાન કરીએ છીએ.

જોકે અમે તમને અમારી સેવાઓનો ઉપયોગ કરવાની પરવાનગી આપીએ છીએ, છતાં સેવાઓમાંના અમારા જે કોઈ બૌદ્ધિક સંપદા હકો છે તે અમારા જ રહેશે.

અન્ય લોકોને માન આપો

અમે દરેક વ્યક્તિ માટે આદરપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માગીએ છીએ, જેનો અર્થ છે કે તમારે વર્તણૂકના આ મૂળભૂત નિયમોનું પાલન કરવું આવશ્યક છે:
  • લાગુ થતા કાયદાઓનું પાલન કરવું, જેમાં નિકાસ નિયંત્રણ, પ્રતિબંધો અને માનવ તસ્કરીના કાયદાઓ શામેલ છે
  • અન્ય લોકોના અધિકારોનો આદર કરવો, જેમાં પ્રાઇવસી અને બૌદ્ધિક સંપદા અધિકારો શામેલ છે
  • અન્ય લોકો કે પોતાને અપશબ્દો ન કહેવા અથવા તેમને કે પોતાને નુકસાન ન પહોંચાડવું (અથવા આવા અપશબ્દો બોલવા કે નુકસાન પહોંચાડવાની ધમકી આપવી નહીં કે તેને પ્રોત્સાહન આપવું નહીં) — ઉદાહરણ તરીકે, અન્ય લોકોને ગેરમાર્ગે દોરવા, તેમની સાથે કપટ કરવું, તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું, તેમને ડરાવવા, ધમકાવવા, હેરાન કરવા અથવા તેમની સાથે ધમકીપૂર્ણ વ્યવહાર કરવો
  • સેવાઓનો દુરુપયોગ ન કરવો, તેમને નુકસાન ન પહોંચાડવું, તેમની સાથે ચેડાં ન કરવા અથવા તેમાં વિક્ષેપ ન પાડવો — ઉદાહરણ તરીકે, સેવાઓનો કપટપૂર્ણ અથવા ભ્રામક રીતે ઍક્સેસ કે ઉપયોગ કરવો, માલવેર, સ્પામિંગ કે હૅકિંગના સહારે અમારી સિસ્ટમ અથવા સુરક્ષાના માપદંડોને બાયપાસ કરવા. તમને શોધ પરિણામો બતાવવા માટે અમે જ્યારે વેબને અનુક્રમિત કરીએ છીએ, ત્યારે અમે વેબસાઇટના વપરાશ સંબંધિત એવા બધા માનક પ્રતિબંધોનો આદર કરીએ છીએ, જેમની સ્પષ્ટતા વેબસાઇટના માલિકો તેમની વેબસાઇટના કોડમાં કરે છે, તેથી અન્ય લોકો જ્યારે અમારી સેવાઓનો ઉપયોગ કરે, ત્યારે તેઓ પણ આ બાબતોનો આદર કરે એ અમારા માટે જરૂરી છે

અમારી સેવા સંબંધિત વધારાની શરતો અને પૉલિસીઓમાં યોગ્ય વર્તણૂક વિશે વધારાની વિગતો આપવામાં આવે છે, જેનું પાલન કરવું તે સેવાઓનો ઉપયોગ કરનારી દરેક વ્યક્તિ માટે આવશ્યક છે. જો તમને જાણવા મળે કે અન્ય લોકો આ નિયમોનું પાલન કરતા નથી, તો અમારી એવી ઘણી સેવાઓ છે કે જે તમને દુરુપયોગની જાણ કરવાની મંજૂરી આપે છે. દુરુપયોગના રિપોર્ટ પર જો અમે પગલાં લઈએ, તો અમે સમસ્યાઓ હોય તો પગલાં લેવા વિભાગમાં જણાવ્યા મુજબ એ પ્રક્રિયાની માહિતી પણ આપીએ છીએ.

તમારા કન્ટેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી

તમે તમારું કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર કરી શકો, મોકલી શકો, મેળવી શકો અથવા શેર કરી શકો તે માટે અમારી કેટલીક સેવાઓની ડિઝાઇન કરવામાં આવી છે. તમારે અમારી સેવાઓને કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ આપવું ફરજિયાત નથી અને તમારે જે કોઈ કન્ટેન્ટ આપવું હોય તેના માટે તમે સ્વતંત્ર છો. જો તમે કન્ટેન્ટ અપલોડ કે શેર કરવાનું પસંદ કરો, તો કૃપા કરીને ખાતરી કરો કે તેમ કરવાના જરૂરી હક તમે ધરાવો છો અને કન્ટેન્ટ કાયદેસરનું છે.

લાઇસન્સ

તમારું કન્ટેન્ટ તમારું જ રહે છે, જેનો અર્થ એમ જ કે તમારા કન્ટેન્ટના કોઈપણ બૌદ્ધિક સંપદા હકો તમારા જ રહેશે. ઉદાહરણ તરીકે, તમે લખો તે રિવ્યૂ જેવા તમારા બનાવેલા રચનાત્મક કન્ટેન્ટમાં તમે બૌદ્ધિક સંપદા હકો ધરાવો છો. અથવા જો બીજી વ્યક્તિએ તમને તેમની પરવાનગી આપી હોય તો તમે તેમના રચનાત્મક કન્ટેન્ટને શેર કરવાનો હક ધરાવી શકો છો.

જો તમારા કન્ટેન્ટના અમારા ઉપયોગને તમારા બૌદ્ધિક સંપદા હકો પ્રતિબંધિત કરતા હોય તો અમને તમારી પરવાનગીની જરૂર છે. તમે આ લાઇસન્સ દ્વારા Googleને એ પરવાનગી આપો છો.

આવરી લેવાયેલી બાબતો

આ લાઇસન્સ તમારા કન્ટેન્ટને આવરી લે છે, જો તે કન્ટેન્ટ બૌદ્ધિક સંપદા હકો દ્વારા સંરક્ષિત હોય તો.

ન આવરી લેવાયેલી બાબતો

  • આ લાઇસન્સ તમારા ગોપનીયતાના અધિકારોને અસર કરતું નથી — તે માત્ર તમારા બૌદ્ધિક સંપદા હકો વિશે છે
  • આ લાઇસન્સમાં આ પ્રકારનું કન્ટેન્ટ આવરી લેવામાં આવતું નથી:
    • તમે આપો તે, સ્થાનિક વ્યવસાયના સરનામામાં સુધારા જેવી, સાર્વજનિક રૂપે ઉપલબ્ધ તથ્યપૂર્ણ માહિતી. તે માહિતી માટે લાઇસન્સ જરૂરી નથી કારણ કે તેને સામાન્ય માહિતી ગણવામાં આવે છે જેનો દરેક વ્યક્તિ મફતમાં ઉપયોગ કરી શકે છે.
    • તમે આપો તે પ્રતિસાદ, જેમ કે અમારી સેવાઓને બહેતર બનાવવા માટેના સૂચનો. પ્રતિસાદ નીચેના સેવા સંબંધિત સંદેશાવ્યવહાર વિભાગમાં આવરી લેવામાં આવ્યો છે.

કાર્યક્ષેત્ર

આ લાઇસન્સ:
  • વૈશ્વિક છે, જેનો અર્થ છે કે તે સમગ્ર વિશ્વમાં માન્ય છે
  • એકાધિકાર ધરાવતું નથી, જેનો અર્થ છે કે તમે તમારા કન્ટેન્ટનું લાઇસન્સ બીજાને આપી શકો છો
  • રૉયલ્ટી-ફ્રી છે, જેનો અર્થ છે કે આ લાઇસન્સ માટે કમાણી કરવાની દૃષ્ટિએ કોઈ શુલ્ક લેવાતો નથી

અધિકારો

આ લાઇસન્સ થકી Googleને આ કાર્યો કરવાની મંજૂરી મળે છે:

  • તમારું કન્ટેન્ટ હોસ્ટ કરવું, તેનું પુનરુત્પાદન કરવું, વિતરણ કરવું, તેના વિશે સંદેશાવ્યવહાર કરવો અને તેનો ઉપયોગ કરવો — ઉદાહરણ તરીકે, અમારી સિસ્ટમમાં તમારું કન્ટેન્ટ સાચવવું અને તમે જાઓ તે દરેક સ્થળે તેને ઍક્સેસ કરી શકાય તેમ કરવું
  • જો તમે તમારું કન્ટેન્ટ બીજા લોકો માટે દૃશ્યક્ષમ બનાવ્યું હોય તો તેને પ્રકાશિત કરવું, સાર્વજનિક રૂપે ભજવવું અથવા સાર્વજનિક રૂપે પ્રદર્શિત કરવું
  • તમારા કન્ટેન્ટમાં ફેરફાર કરવો અથવા તેના આધારે વ્યુત્પન્ન નકલ બનાવવી, જેમ કે તેનું નવું ફૉર્મેટ બનાવવું અથવા તેનો અનુવાદ કરવો
  • આ હકોનું આમને પેટા લાઇસન્સ આપવું:
    • અન્ય વપરાશકર્તાઓ સેવાઓની ડિઝાઇન મુજબ તેની પાસેથી કામ લઈ શકે, જેમ કે તમે પસંદ કરો તે લોકો સાથે તમે ફોટા શેર કરી શકો તે માટે તમને ક્ષમતા આપવી
    • અમારા કૉન્ટ્રાક્ટરો કે જેમણે અમારી સાથે નીચેના હેતુ વિભાગમાં વર્ણવેલા મર્યાદિત હેતુઓ માટે જ આ શરતો સાથે સુસંગત હોય તેવા કરારો પર સહી કરી છે

હેતુ

આ લાઇસન્સ આ કાર્યો કરવાના મર્યાદિત હેતુ માટે છે:

  • સેવાઓનું સંચાલન અને તેમને બહેતર બનાવવી, જેનો અર્થ છે કે સેવાઓ જે રીતે ડિઝાઇન થયેલી છે તે મુજબ તેમને કાર્યાન્વિત થવા દેવી અને નવી સુવિધાઓ તથા કાર્યોની રચના કરવી. આમાં તમારા કન્ટેન્ટનું વિશ્લેષણ કરવા માટે ઑટોમૅટેડ સિસ્ટમ અને ઍલ્ગોરિધમનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે:
    • સ્પામ, માલવેર અને ગેરકાયદેસર કન્ટેન્ટ માટે
    • ડેટામાં પૅટર્નની ઓળખ કરવી, જેમ કે સંબંધિત ફોટાઓને સાથે રાખવા માટે Google Photosમાં નવું આલ્બમ બનાવવા માટે સૂચન આપવાનો સમય નક્કી કરવો
    • તમારા માટે અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવા, જેમ કે ભલામણો અને તમારા માટે યોગ્ય હોય તેવા શોધ પરિણામો, કન્ટેન્ટ અને જાહેરાતો આપવી (જેને તમે જાહેરાત સેટિંગમાં બદલી શકો છો અથવા બંધ કરી શકો છો)
    આ વિશ્લેષણ સામગ્રી મોકલવા, પ્રાપ્ત થવા અને તે સંગ્રહિત કરવા પર થાય છે.
  • સેવાઓનો પ્રચાર કરવા માટે તમે સાર્વજનિક ધોરણે શેર કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે, Google ઍપનો પ્રચાર કરવા માટે અમે તમે લખેલા રિવ્યૂને ક્વોટ કરી શકીએ છીએ. અથવા Google Playનો પ્રચાર કરવા માટે, અમે Play Storeમાં તમે પ્રસ્તુત કરી રહ્યા હો તે ઍપનો સ્ક્રીનશૉટ બતાવી શકીએ છીએ.
  • Google માટે, આ શરતો સાથે સુસંગત હોય તેવી નવી ટેક્નોલોજી અને સેવાઓનો વિકાસ કરવો

અવધિ

જ્યાં સુધી તમારા કન્ટેન્ટનું બૌદ્ધિક સંપદા હકો દ્વારા રક્ષણ થતું હશે ત્યાં સુધી આ લાઇસન્સ ચાલશે.

જો આ લાઇસન્સ દ્વારા આવરી લેવામાં આવેલા કોઈપણ કન્ટેન્ટને તમે અમારી સેવાઓમાંથી કાઢી નાખશો, તો અમારી સિસ્ટમ એ કન્ટેન્ટને સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરવાનું વાજબી સમયગાળામાં બંધ કરશે. બે અપવાદો છે:

  • જો તમે તમારું કન્ટેન્ટ કાઢી નાખતા પહેલાં એને કોઈની સાથે શેર કર્યું હોય. ઉદાહરણ તરીકે, જો તમે મિત્ર સાથે ફોટો શેર કર્યો હોય જેમણે તેની કૉપિ કરી હોય અથવા ફરીથી શેર કર્યો હોય, તો તે ફોટો તમે તમારા Google એકાઉન્ટમાંથી કાઢી નાખો તે પછી પણ તમારા મિત્રના Google એકાઉન્ટમાં દેખાવાનું ચાલુ રહી શકે છે.
  • જો તમે અન્ય કંપનીઓની સેવાઓ મારફતે તમારું કન્ટેન્ટ ઉપલબ્ધ કરશો, તો શક્ય છે કે Google Search સહિતના શોધ એન્જિન તમારા કન્ટેન્ટને તેમના શોધ પરિણામોના ભાગ તરીકે શોધવાનું અને બતાવવાનું ચાલુ રાખશે.

Google સેવાઓનો ઉપયોગ કરવો

તમારું Google એકાઉન્ટ

જો તમે આ ઉંમર સંબંધિત આવશ્યકતાઓ પૂરી કરતા હો, તો તમારી સગવડ માટેGoogle એકાઉન્ટ બનાવી શકો છો. કેટલીક સેવાઓ કાર્ય કરે તે માટે તમારું Google એકાઉન્ટ હોવું જરૂરી હોય છે — ઉદાહરણ તરીકે, Gmailનો ઉપયોગ કરવા માટે, તમારું Google એકાઉન્ટ હોવું જરૂરી છે, જેથી તમારી પાસે તમારા ઇમેઇલ મોકલવા અને મેળવવાનું સ્થાન હોય.

તમે તમારા Google એકાઉન્ટ વડે શું કરો છો તેના માટે જવાબદાર છો, જેમાં તમારા Google એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે વાજબી પગલાં લેવાનો સમાવેશ થાય છે અને અમે તમને નિયમિત રૂપે સુરક્ષા તપાસનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ.

સંસ્થા અથવા વ્યવસાય વતી Google સેવાઓનો ઉપયોગ કરવો

ઘણી સંસ્થાઓ, જેમ કે વ્યવસાયો, બિન-નફાકારક સંસ્થાઓ અને શાળાઓ અમારી સેવાઓનો લાભ લે છે. સંસ્થા વતી અમારી સેવાઓનો ઉપયોગ કરવો:
  • તે સંસ્થાના અધિકૃત પ્રતિનિધિએ આ શરતો સાથે સંમત થવું જરૂરી છે
  • તમારી સંસ્થાના વ્યવસ્થાપક તમને Google એકાઉન્ટ સોંપી શકે છે. તે વ્યવસ્થાપક તમારા માટે વધારાના નિયમોનું પાલન કરવાનું જરૂરી બનાવી શકે છે અને તમારું Google એકાઉન્ટ ઍક્સેસ અથવા બંધ કરી શકે છે.

સેવા સંબંધિત સંદેશાવ્યવહાર

તમને અમારી સેવાઓ આપવા માટે, અમે ક્યારેક તમને સેવાની ઘોષણાઓ અને અન્ય માહિતી મોકલીએ છીએ. અમે તમારી સાથે કઈ રીતે સંદેશાવ્યવહાર કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, Googleની પ્રાઇવસી પૉલિસી જુઓ.

જો તમે અમને અમારી સેવાઓ વધુ સારી બનાવવા માટેના સૂચનો જેવો પ્રતિસાદ આપવાનું પસંદ કરશો, તો અમે તમારી સાથે બંધનકારક કરાર કર્યા વિના તમારા પ્રતિસાદ મુજબ પગલાં લઈશું.

Google સેવાઓમાંનું કન્ટેન્ટ

તમારું કન્ટેન્ટ

અમારી કેટલીક સેવાઓ તમને તમારા કન્ટેન્ટને સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરવાની તક આપે છે — ઉદાહરણ તરીકે, તમે પ્રોડક્ટ અથવા રેસ્ટોરન્ટનો રિવ્યૂ લખ્યો હોય તે પોસ્ટ કરી શકો છો અથવા બ્લૉગ માટે તમે બનાવેલી પોસ્ટ અપલોડ કરી શકો છો.

જો તમે માનતા હો કે કોઈ વ્યક્તિ તમારા બૌદ્ધિક સંપદા હકોનું ઉલ્લંઘન કરે છે, તો તમે અમને ઉલ્લંઘનની નોટિસ મોકલી શકોછો અને અમે તેના સંબંધે ઉચિત પગલાં લઈશું. ઉદાહરણ તરીકે, અમે અમારા કૉપિરાઇટ સહાયતા કેન્દ્રમાં વર્ણવ્યા મુજબ વારંવારના કૉપિરાઇટ ઉલ્લંઘનકર્તાઓના Google એકાઉન્ટ સસ્પેન્ડ અથવા બંધ કરીએ છીએ.

Google કન્ટેન્ટ

અમારી સેવાઓમાંની કેટલીકમાં Googleની માલિકીના કન્ટેન્ટનો સમાવેશ થાય છે — ઉદાહરણ તરીકે, Google Mapsમાં તમે જુઓ છો તેમાંના ઘણા વિઝ્યુઅલ ચિત્રો. તમે આ શરતો અને સેવા સંબંધિત બધી વધારાની શરતો દ્વારા મંજૂરી આપવામાં આવ્યા અનુસાર Googleના કન્ટેન્ટનો ઉપયોગ કરી શકો છો, પણ અમે અમારા કન્ટેન્ટમાંના બધા બૌદ્ધિક સંપદા હકો અમારી પાસે રાખીએ છીએ. અમારા કોઈપણ બ્રાંડિંગ, લોગો અથવા કાયદેસર નોટિસને કાઢી ન નાખશો, છુપાવશો નહીં કે તેમાં ફેરફાર ન કરશો. જો તમે અમારા બ્રાંડિંગ અથવા લોગોનો ઉપયોગ કરવા માગતા હો, તો કૃપા કરીને Google બ્રાંડ પરવાનગીઓ પેજ જુઓ.

અન્ય કન્ટેન્ટ

અંતે, અમારી કેટલીક સેવાઓ તમને બીજા લોકોનું અથવા સંસ્થાઓનું હોય તેવા કન્ટેન્ટનો ઍક્સેસ આપે છે — ઉદાહરણ તરીકે, સ્ટોરના માલિકનું તેમના પોતાના વ્યવસાયનું વર્ણન અથવા Google Newsમાં પ્રદર્શિત સમાચાર લેખ. તમે આ કન્ટેન્ટનો ઉપયોગ તે વ્યક્તિ અથવા સંસ્થાની પરવાનગી વિના નહીં કરો અથવા કાયદા દ્વારા અન્યથા મંજૂરી આપવામાં આવી હોય તે મુજબ કરશો. બીજા લોકો અથવા સંસ્થાઓના કન્ટેન્ટમાં વ્યક્ત વિચારો તેમના પોતાના હોય છે અને તે Googleના વિચારો વ્યક્ત કરતું હોય તે જરૂરી નથી.

Google સેવાઓમાં સૉફ્ટવેર

અમારી કેટલીક સેવાઓમાં ડાઉનલોડ કરી શકાય તેવા સૉફ્ટવેરનો સમાવેશ થાય છે. અમે તમને અમારી સેવાઓના ભાગ રૂપે એ સૉફ્ટવેરનો ઉપયોગ કરવાની પરવાનગી આપીએ છીએ.

અમે તમને જે લાઇસન્સ આપીએ છીએ તે:
  • વૈશ્વિક હોય છે, જેનો અર્થ છે કે તે સમગ્ર વિશ્વમાં માન્ય છે
  • એકાધિકાર ધરાવતું નથી, જેનો અર્થ છે કે અમે અન્ય લોકોને સૉફ્ટવેરનું લાઇસન્સ આપી શકીએ છીએ
  • રૉયલ્ટી-ફ્રી હોય છે, જેનો અર્થ છે કે આ લાઇસન્સ માટે કમાણી કરવાની દૃષ્ટિએ કોઈ શુલ્ક લેવાતો નથી
  • વ્યક્તિગત હોય છે, જેનો અર્થ છે કે તે બીજી કોઈપણ વ્યક્તિ માટે માન્ય નથી
  • સોંપી શકાય તેવું નથી, જેનો અર્થ એ છે કે બીજી કોઈપણ વ્યક્તિને લાઇસન્સ સોંપવાની તમને મંજૂરી નથી

અમારી કેટલીક સેવાઓમાં ઓપન સૉર્સ લાઇસન્સની શરતો હેઠળ પ્રસ્તુત કરવામાં આવતા સૉફ્ટવેરનો સમાવેશ થાય છે જે અમે તમારા માટે ઉપલબ્ધ કરીએ છીએ. કેટલીક વાર ઓપન સૉર્સ લાઇસન્સમાં એવી જોગવાઈઓ હોય છે જે આ શરતોના અમુક ભાગને સ્પષ્ટપણે ઓવરરાઇડ કરે છે, તેથી કૃપા કરીને એ લાઇસન્સ ચોક્કસ વાંચો.

તમે અમારી સેવાઓના અથવા સૉફ્ટવેરના કોઈપણ ભાગની કૉપિ કરી શકતા નથી, તેમાં ફેરફાર કરી શકતા નથી, તેનું વિતરણ કે વેચાણ કરી શકતા નથી અથવા તો તેને ભાડા પર આપી શકતા નથી.

સમસ્યાઓ અથવા અસંમતિના કિસ્સામાં

વૉરંટીનો અસ્વીકાર

અમે Google Search અને Maps જેવી ઉપયોગી, વિશ્વસનીય સેવાઓ આપીને અમારી પ્રતિષ્ઠા બનાવી છે અને તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે અમે નિરંતર અમારી સેવાઓને બહેતર બનાવવાનું કામ કરીએ છીએ. જોકે, જ્યાં સુધી અમારી સેવા સંબંધિત વધારાની શરતોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું ન હોય, ત્યાં સુધી કાનૂની કારણોસર અમે અમારી સેવાઓ વૉરંટી વિના ઑફર કરીએ છીએ. કાયદા મુજબ અમે આને ખાસ કાનૂની ભાષાનો ઉપયોગ કરીને સમજાવીએ અને તે જોવામાં તમારી સહાય થાય છે એ વાતની ખાતરી કરવા માટે અમે નીચે જણાવ્યા પ્રમાણે મોટા અક્ષરોનો ઉપયોગ કરીએ એ જરૂરી છે:

લાગુ થતા કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલી હદ સુધી અમે અમારી સેવાઓ કોઈપણ પ્રકારની સ્પષ્ટ કે ગર્ભિત વૉરંટી વિના “જેમ છે તેમ” જ પ્રદાન કરીએ છીએ, જેમાં વેપાર અને કોઈ વિશિષ્ટ હેતુ માટે જરૂરી યોગ્યતાની તથા કોઈ કાયદાનું ઉલ્લંઘન ન કરવાની ગર્ભિત વૉરંટી શામેલ છે. ઉદાહરણ તરીકે, અમે સેવાઓની સચોટતા, વિશ્વસનીયતા, ઉપલબ્ધતા અથવા તમારી જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા સહિત તેમના કન્ટેન્ટ કે સુવિધાઓ વિશે કોઈપણ વૉરંટી આપતા નથી.

જવાબદારીઓ

બધાં વપરાશકર્તાઓ માટે

કાયદો અને આ શરતો, બન્ને એ બાબત બૅલેન્સ કરવાનો પ્રયાસ કરે છે કે જ્યારે કોઈ સમસ્યા નિર્માણ થાય ત્યારે તમે અને Google એક-બીજા પાસેથી કઈ બાબતોનો દાવો કરી શકો છો. તેથી આ શરતો હેઠળ — કાયદો અમને કેટલીક જવાબદારીઓ મર્યાદિત કરવાની મંજૂરી આપે છે — પરંતુ અન્ય જવાબદારીઓ મર્યાદિત કરવા દેતો નથી.

આ શરતો માત્ર લાગુ થતા કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલી અમારી જવાબદારીઓને મર્યાદિત કરે છે. આ શરતો જાણી જોઈને કરેલી નિષ્કાળજી કે ઇરાદાપૂર્વક કરવામાં આવેલી ગેરવર્તણૂક માટેની જવાબદારીને મર્યાદિત કરતી નથી.

લાગુ થતા કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલી હદ સુધી:
  • Google માત્ર આ શરતોના અથવા લાગુ થતી સેવા સંબંધિત વધારાની શરતોના ભંગ માટે જવાબદાર છે
  • Google આ બાબતો માટે જવાબદાર નથી:
    • નફા, આવક, વ્યવસાયની તકો, પ્રતિષ્ઠા અથવા અપેક્ષિત બચતના નુકસાન માટે
    • અપ્રત્યક્ષ અથવા પરિણામિક નુકસાન માટે
    • શિક્ષાત્મક નુકસાન માટે
  • આ શરતોમાંથી ઉદ્ભવતી અથવા તેને સંબંધિત Googleની કુલ જવાબદારી (1) $૨૦૦ અથવા (2) તકરાર પહેલાં સંબંધિત સેવાઓનો ઉપયોગ કરવા માટે 12 મહિનામાં ચુકવવામાં આવેલી ફીમાંથી જે વધારે હશે તેના સુધી મર્યાદિત છે

માત્ર વ્યાવસાયિક વપરાશકર્તાઓ અને સંસ્થાઓ માટે

જો તમે વ્યાવસાયિક વપરાશકર્તા અથવા સંસ્થા હો, તો:

  • લાગુ થતા કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલી હદ સુધી, તમે તમારી સેવાઓના ગેરકાયદેસર ઉપયોગથી અથવા આ શરતો કે સેવા સંબંધિત વધારાની શરતોના ઉલ્લંઘનથી ઉદ્ભવતી અથવા તેને સંબંધિત ત્રીજા-પક્ષની કોઈપણ કાનૂની કાર્યવાહી (સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સહિત) માટે Google અને તેના નિર્દેશકો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બધા કૉન્ટ્રાક્ટરને થયેલા નુકસાનની ભરપાઈ કરી આપશો. આ નુકસાન ભરપાઈમાં દાવા, નુકસાન, ક્ષતિઓ, ચુકાદા, દંડ, દાવાના ખર્ચા અને કાનૂની ફીમાંથી ઉદ્ભવતી કોઈપણ જવાબદારી અથવા ખર્ચ આવરી લેવામાં આવ્યો છે.
  • જો તમને નુકસાન ભરપાઈ કરવા સહિત ચોક્કસ જવાબદારીઓમાંથી કાયદેસર મુક્તિ મળી હોય, તો આ શરતો હેઠળ તે જવાબદારીઓ તમને લાગુ થતી નથી. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ નેશન્સને કેટલીક કાનૂની જવાબદારીઓમાંથી મુક્તિ મળેલી છે અને આ શરતો તે મુક્તિને ઓવરરાઇડ કરતી નથી.

સમસ્યા જણાય તો પગલાં લેવાં

નીચે જણાવ્યા પ્રમાણે પગલું લેતા પહેલાં, અમે વાજબી રીતે શક્ય હશે ત્યારે તમને અગાઉથી સૂચના આપીશું, પગલું લેવાનું અમારું કારણ જણાવીશું અને તમને સમસ્યાનું નિરાકરણ કરવાની તક આપીશું, સિવાય કે આમ કરવાથી આ પરિણામ આવે:

  • વપરાશકર્તાને, ત્રીજા પક્ષને અથવા Googleને હાનિ અથવા જવાબદારી પહોંચે
  • કાયદાનું અથવા કાયદાના અમલીકરણના અધિકારીના આદેશનું ઉલ્લંઘન
  • તપાસમાં સમાધાન કરવું
  • અમારી સેવાઓના સંચાલન, તેમની અખંડિતતા અથવા સુરક્ષા સાથે ચેડાં કરવા

તમારું કન્ટેન્ટ કાઢી નાખવું

જો તમારા કન્ટેન્ટનો કોઈપણ ભાગ (1) આ શરતો, સેવા સંબંધિત વધારાની શરતો અથવા પૉલિસીઓનો ભંગ કરે, (2) લાગુ થતા કાયદાનું ઉલ્લંઘન કરે અથવા (3) અમારા વપરાશકર્તાઓ, ત્રીજા પક્ષો કે Googleને હાનિ પહોંચાડી શકે તેવું હોય, તો અમે લાગુ થતા કાયદા અનુસાર એ કન્ટેન્ટનો થોડો ભાગ અથવા તેને પૂરેપૂરું હટાવવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ. ઉદાહરણોમાં બાળ પોર્નોગ્રાફી, માનવ તસ્કરી કે ઉત્પીડનને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ, આતંકવાદ સંબંધિત કન્ટેન્ટ અને કોઈ અન્ય વ્યક્તિના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ શામેલ છે.

Google સેવાઓનો તમારો ઍક્સેસ સસ્પેન્ડ કરવો અથવા સમાપ્ત કરવો

જો નીચેનામાંથી કોઈપણ ઘટના બને, તો Google તમને મળેલા સેવાઓના ઍક્સેસને સસ્પેન્ડ અથવા સમાપ્ત કરવાનો અથવા તમારું Google એકાઉન્ટ ડિલીટ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે:

  • તમે ભૌતિક રીતે અથવા વારંવાર આ શરતો, સેવા-વિશિષ્ટ વધારાની શરતો અથવા નીતિઓ નો ભંગ કરો છો
  • કાનૂની જરૂરિયાત અથવા કૉર્ટના ઑર્ડરનું પાલન કરવા માટે અમારે તેમ કરવું જરૂરી હોય છે
  • તમારી વર્તણૂક વપરાશકર્તા, ત્રીજા પક્ષ અથવા Googleને નુકસાન પહોંચાડે છે અથવા તેમના માટે જવાબદારીનું કારણ બને છે — ઉદાહરણ તરીકે, હૅકિંગ, ફિશિંગ, ઉત્પીડન, સ્પામ કરવું, અન્ય લોકોને ગેરમાર્ગે દોરવા અથવા તમારું ન હોય એવું કન્ટેન્ટ સ્ક્રૅપ કરવું

અમે એકાઉન્ટ શા માટે બંધ કરીએ છીએ અને અમે આમ કરીએ પછી શું થાય છે, તેના વિશે વધુ માહિતી માટે, સહાયતા કેન્દ્રનું પેજ જુઓ. જો તમે માનતા હો કે તમારું Google એકાઉન્ટ ભૂલથી સસ્પેન્ડ અથવા સમાપ્ત કરવામાં આવ્યું છે, તો તમે અપીલ કરી શકો છો.

અલબત્ત, તમે કોઈપણ સમયે અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરવા માટે સ્વતંત્ર છો. જો તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરો, તો, અમને કારણ જાણવાનું ગમશે, જેથી અમે અમારી સેવાઓને નિરંતર વધુ સારી બનાવતા રહીએ.

વિવાદોનો ઉકેલ લાવવો, નિયામક કાયદો અને ન્યાયાલયો

Google નો સંપર્ક કરવા વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા સંપર્ક પૃષ્ઠની મુલાકાત લો.

કૅલિફોર્નિયાનો કાયદો આ શરતો, સેવા સંબંધિત વધારાની શરતો અથવા અન્ય સંબંધિત સેવાઓમાંથી ઉદ્ભવેલા અથવા તેની સાથે સંબંધિત બધા દાવાઓનું, કાયદાના સંઘર્ષના નિયમો પર ધ્યાન આપ્યા વિના, સંચાલન કરશે. આ દાવાઓનું નિરાકરણ અનન્ય રૂપે સાંતા ક્લારા કાઉન્ટી, કેલિફોર્નિયા, USA ની સંઘીય અથવા રાજ્યના ન્યાયાલયમાં લાવવામાં આવશે અને તમે તથા Google તે ન્યાયાલયના વ્યક્તિગત અધિકાર ક્ષેત્રને સંમતિ આપો છો.

આ શરતો વિશે

કાયદા પ્રમાણે, તમને અમુક હકો છે કે જે આ સેવાના નિયમો જેવા કરાર દ્વારા મર્યાદિત નથી થઈ શકતા. આ શરતોનો ઉદ્દેશ્ય કોઈ જ પ્રકારે તે હકોને મર્યાદિત કરવાનો નથી.

આ શરતો તમારી અને Google વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરે છે. આ શરતો હેઠળ તે સંબંધથી બીજા લોકોને લાભ થાય તો પણ, તે બીજા લોકો અથવા સંસ્થાઓમાટે કોઈપણ પ્રકારના કાનૂની હકની રચના કરતી નથી.

અમે આ શરતો સમજવાનું સરળ બનાવવા માગીએ છીએ, તેથી અમે અમારી સેવાઓમાંના ઉદાહરણોનો ઉપયોગ કર્યો છે. પરંતુ બધી ઉલ્લેખિત સેવાઓ તમારા દેશમાં ઉપલબ્ધ ન પણ હોય.

જો આ શરતોનો સેવા સંબંધિત વધારાની શરતોસાથે વિરોધાભાસ હોય, તો વધારાની શરતો તે સેવાનું સંચાલન કરશે.

જો એવું જાણવામાં આવે કે કોઈ ચોક્કસ શરત માન્ય નથી અથવા લાગુ કરી શકાય તેમ નથી, તો તે અન્ય કોઈપણ શરતને અસર નહીં કરે.

જો તમે આ શરતો અથવા સેવા સંબંધિત વધારાની શરતોનું પાલન નહીં કરો અને અમે તાત્કાલિક કોઈ પગલું ન લઈએ તેનો અર્થ એમ નહીં થાય કે અમે ભવિષ્યમાં પગલાં લેવા જેવા અમને હોઈ શકે તેવા અમારા બધા અધિકારો જતાં કરી રહ્યાં છીએ.

અમે આ શરતો અને સેવા સંબંધિત વધારાની શરતોને (1) અમારી સેવાઓમાં થયેલા ફેરફારો અથવા અમારા વ્યવસાયની પદ્ધતિ દર્શાવવા — ઉદાહરણ તરીકે, જ્યારે અમે નવી સેવાઓ, સુવિધાઓ, ટેક્નોલોજી, કિંમત અથવા લાભ ઉમેરીએ (અથવા જૂનાં કાઢી નાખીએ) (2) કાનૂની, નિયમનકારી અથવા સલામતીના કારણોસર અથવા (3) દુરુપયોગ અથવા નુકસાન અટકાવવા માટે અપડેટ કરી શકીએ છીએ.

જો અમે આ શરતો અથવા સેવા-વિશિષ્ટ વધારાની શરતો ને ભૌતિક રૂપે બદલીએ છીએ, ત્યારે (1) અમે નવી સેવા અથવા સુવિધા શરૂ કરીએ ત્યારે, અથવા (2) આપાતકાલીન સ્થિતિઓ, જેમ કે ચાલુ દુરૂપયોગને અટકાવવો અથવા કાનૂની આવશ્યકતાઓનો જવાબ આપવો તે સિવાય અમે તમને તર્કસંગત આગોતરી સૂચના અને ફેરફારોની સમીક્ષા કરવાની તક પ્રદાન કરીશું. જો તમે નવી શરતોથી સંમત ન હોવ, તો તમારે તમારું કન્ટેન્ટ કાઢી નાખવું જોઈએ અને સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. તમે કોઈપણ સમયે તમારું Google એકાઉન્ટ બંધ કરીને અમારી સાથેના તમારા સંબંધોને સમાપ્ત પણ કરી શકો છો.

વ્યાખ્યાઓ

અસ્વીકાર

વ્યક્તિની કાનૂની જવાબદારીઓ સીમિત કરતું વિધાન.

આનુષંગિક

એવું એકમ કે જે Google ગ્રૂપની બધી કંપની એટલે કે Google LLC અને તેની તમામ સહાયક કંપની સાથે સંકળાયેલું છે, જેમાં EUમાં ગ્રાહક સેવાઓ આપતી નીચે જણાવેલી બધી કંપની શામેલ છે: Google Ireland Limited, Google Commerce Limited, and Google Dialer Inc.

એવો કાનૂની અધિકાર કે જે ઑરિજિનલ કન્ટેન્ટ (જેમ કે બ્લૉગ પરની પોસ્ટ, ફોટો અથવા વીડિયો)ના નિર્માતાને એ નક્કી કરવાની મંજૂરી આપે છે કે અન્ય લોકો કેટલીક મર્યાદાઓ અને અપવાદો (જેમ કે “ઉચિત ઉપયોગ” અને “ઉચિત વ્યવહાર”)ને આધીન તે ઑરિજિનલ કન્ટેન્ટને ઉપયોગમાં લઈ શકે કે નહીં અને તે કઈ રીતે કરી શકે.

ગ્રાહક

વ્યક્તિ જે તેના વ્યાપાર, વ્યવસાય, કલા અથવા ધંધાની બહાર વ્યક્તિગત, બિન-ધંધાકીય હેતુઓ માટે Google સેવાઓનો ઉપયોગ કરતી હોય. (વ્યાવસાયિક વપરાશકર્તા જુઓ)

જવાબદારી

કાનૂની દાવાના કોઈપણ પ્રકારને કારણે થયેલાં નુકસાન, પછી તે દાવો કરાર, (નિષ્કાળજી સહિત) અપકૃત્ય પર આધારિત હોય અથવા અન્ય કોઈ કારણે થયા હોય અને તે નુકસાન વાજબી રૂપે અપેક્ષિત થઈ શકતાં હતાં કે નહીં અથવા તે થવા વિશે પહેલેથી જાણકારી મેળવી શકાતી હતી કે નહીં.

ટ્રેડમાર્ક

વ્યાપારમાં ઉપયોગમાં લેવાયેલા ચિહ્નો, નામ અને છબીઓ કે જે એક વ્યક્તિના અથવા સંસ્થાના સામાન અથવા સેવાઓને બીજી વ્યક્તિ અથવા સંસ્થાના સામાન અથવા સેવાઓથી જુદી પાડવામાં સક્ષમ હોય છે.

તમારું કન્ટેન્ટ

અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે બનાવો, અપલોડ કરો, સબમિટ કરો, સ્ટોર કરો, મોકલો, મેળવો અથવા શેર કરો તેવી વસ્તુઓ, જેમ કે:

  • તમે બનાવો તે Docs, Sheets અને Slides
  • તમે Blogger દ્વારા બ્લૉગ પર અપલોડ કરો તે પોસ્ટ
  • તમે Maps દ્વારા સબમિટ કરો તે રિવ્યૂ
  • તમે Drive માં સ્ટોર કરો તે વીડિયો
  • તમે Gmail મારફત મોકલો અને મેળવો તે ઇમેલ
  • તમે Photos દ્વારા મિત્રો સાથે શેર કરો તે ચિત્રો
  • તમે Google સાથે શેર કરો છો તે મુસાફરી માર્ગદર્શિકાઓ

દેશ વિશેષ વર્ઝન

જો તમારી પાસે Google એકાઉન્ટ હોય, તો અમે તમારા એકાઉન્ટને દેશ (અથવા પ્રદેશ) સાથે સાંકળીએ છીએ કે જેથી અમે આ વસ્તુઓ નક્કી કરી શકીએ:

  • Google આનુષંગિક જે તમને સેવાઓ પ્રદાન કરે છે અને તમે સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તમારી માહિતીની પ્રક્રિયા કરે છે
  • આપણાં સંબંધનું સંચાલન કરતી શરતોનાં વર્ઝન

જ્યારે તમે સાઇન આઉટ કરેલું હોય, ત્યારે તમારું દેશ વિશેષ વર્ઝન તમે જ્યાં Googleની સેવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો તે સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમારી પાસે બીજું Google એકાઉન્ટ હોય, તો સાઇન ઇન કરો અને તેની સાથે સંકળાયેલો દેશ જોવા માટે આ શરતો જુઓ.

નુકસાન ભરી આપવું અથવા નુકસાનની ભરપાઈ

અન્ય વ્યક્તિ અથવા સંસ્થાને કાનૂની દાવા જેવી કાનૂની પ્રક્રિયાને કારણે થયેલું નુકસાન ભરી આપવાની વ્યક્તિની કે સંસ્થાની કરાર હેઠળની ફરજ.

બૌદ્ધિક સંપદા હકો (IP રાઇટ)

વ્યક્તિની બૌદ્ધિક રચનાઓ, જેમ કે શોધ (પેટન્ટના અધિકારો), સાહિત્યિક અને કલાત્મક કાર્યો (કૉપિરાઇટ), ડિઝાઇન (ડિઝાઇનના અધિકારો) અને વ્યાપારમાં ઉપયોગમાં લેવાયેલા ચિહ્નો, નામ અને છબીઓ (ટ્રેડમાર્ક) પર અધિકાર. બૌદ્ધિક સંપદા અધિકારોના માલિક તમે, બીજી કોઈ વ્યક્તિ અથવા સંસ્થા હોઈ શકે છે.

વૉરંટી

પ્રોડક્ટ અથવા સેવા અમુક ધોરણ સુધી કાર્યપ્રદર્શન કરશે તેની ખાતરી.

વ્યાવસાયિક વપરાશકર્તા

ગ્રાહક ન હોય તેવી વ્યક્તિ અથવા એકમ (ગ્રાહક જુઓ).

સંસ્થા

કાનૂની એકમ (જેમ કે કૉર્પોરેશન, બિન-લાભકારી સંસ્થા અથવા શાળા), પણ એક વ્યક્તિ નહીં.

સેવાઓ

નીચે જણાવેલી સેવાઓ સહિતની https://policies.google.com/terms/service-specific પર સૂચિબદ્ધ પ્રોડક્ટ અને સેવાઓ, Googleની આ શરતોને આધીન છે:

  • ઍપ અને સાઇટ (જેમ કે Search અને Maps)
  • પ્લૅટફૉર્મ (જેમ કે Google Shopping)
  • એકીકૃત સેવાઓ (અન્ય કંપનીઓની ઍપ અથવા સાઇટમાં શામેલ કરેલા Maps જેવી)
  • ડિવાઇસ અને અન્ય પ્રોડક્ટ (જેમ કે Google Nest)

આમાંની ઘણી સેવાઓમાં એવું કન્ટેન્ટ પણ શામેલ હોય છે, જેને તમે સ્ટ્રીમ કરી શકો છો અથવા તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ