નવી દિલ્હી : કેન્દ્ર સરકારમાં સંરક્ષણ, પોસ્ટ, નાણાકીય, રેલ્વે, માનવ સંસાધન વિકાસ, ગૃહ મંત્રાલય, શહેરી વિકાસ સહિત 10 મંત્રાલયો અને વિભાગોમાં અનુસુચિત જાતી, અનુસૂચિત જનજાતી અને અન્ય પછાત વર્ગની 28713 પદ ખાલી પડેલા છે.સંસદમાં રજુ થયેલ કાર્મિક અને લોક શિકાયત મંત્રાલયનાં આંકડાઓથી આ માહિતી પ્રાપ્ત થઇ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,કેન્દ્ર સરકારમાં 90 ટકા કરતા વધારે વધારે કર્મચારીઓની પદ સંખ્યા ધરાવતા 10 મંત્રાલયો-વિભાગએ પોતાને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ વગેરેમાં 31 ડિસેમ્બર, 2016નાં રોજ અનુસૂચિત જાતી, અનુસુચિત જનજાતી અને પછાત વર્ગનાં 92589 ખાલી પદની માહિતી આપી હતી. તેમાંથી 63876 ખાલી પદ ભરવામાં આવ્યા છે.

1 જાન્યુઆી, 2017ની સ્થિતી અનુસાર આ વિભાગોમાં અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતી અને પછાત વર્ગનાં 28713 ફ્લાઇ્ટ ખાલી પદ છે. મંત્રાલયે જણાવ્યું કે, એવા ખાલી પદને વિશેષ ભર્તી અભિયાન માધ્યમથી ભરવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોને એક આંતરિક સમિતી રચના કરવા માટેનાં આદેશો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ રાજનીતિક દળ અને દળિત સંગઠન સરકારી વિભાગોમાં દલિત સમુદાયનાં ખાલી પદો ભરવાની માંગ કરી રહ્યા છે. વિપક્ષ આ મુદ્દે અલગ અલગ મંચો પર સરકારને ઘેરવાનાં પ્રયાસો કરી રહી છે.