100 રૂપિયાના સિક્કા બાદ હવે PM મોદીએ બહાર પાડ્યો 75 રૂપિયાનો સિક્કો

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠના અવસરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો.

100 રૂપિયાના સિક્કા બાદ હવે PM મોદીએ બહાર પાડ્યો 75 રૂપિયાનો સિક્કો

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠના અવસરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. આ સાથે જ હાલમાં જ વિક્સિત કરાયેલા આઠ પાકની 17 biofortified varieties પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે દુનિયાભરમાં જે લોકો કુપોષણને દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા છે તેમને હું અભિનંદન પાઠવું છું. 

પીએમ મોદીએ કહ્યું કે ભારતના ખેડૂતો, આપણા કૃષિ વૈજ્ઞાનિકો, આંગણવાડી અને આશાવર્કર, કુપોષણ વિરુદ્ધ મજબૂત આંદોલનનો મજબૂત કિલ્લો છે. તેમણે પોતાના પરિશ્રમથી જ્યાં દેશનો અન્ન ભંડાર ભર્યો છે ત્યાં દૂર દૂરના ગરીબ સુધી પહોંચવામાં સરકારને મદદ કરી છે. 

— ANI (@ANI) October 16, 2020

પીએમ મોદીએ કહ્યું કે એફએઓએ ગત દાયકાઓમાં કુપોષણ વિરુદ્ધ ભારતની લડતને ખુબ નજીકથી જોઈ છે. દેશમાં અલગ અલગ સ્તર પર કેટલાક વિભાગો દ્વારા પ્રયત્નો થયા હતાં પરંતુ તેમનો દાયરો કાં તો સિમિત હતો અથવા તો ટુકડાંમાં વિખરાયેલો હતો. જ્યારે 2014માં મને દેશની સેવા કરવાની તક મળી ત્યારે અમે દેશમાં નવેસરથી પ્રયત્નો શરૂ કર્યા. 

— ANI (@ANI) October 16, 2020

પીએમ મોદીએ કહ્યું કે અમે ઈન્ટીગ્રેટેડ અપ્રોચ લઈને આગળ વધ્યા, હોલિસ્ટિક અપ્રોચ લઈને આગળ વધ્યા. કુપોષણને નાથવા માટે એક વધુ મહત્વપૂર્ણ દિશામાં કામ થઈ રહ્યું છે. હવે દેશમાં એવા પાકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેમાં પૌષ્ટિક પદાર્થો જેમ કે પ્રોટીન, આયર્ન, ઝિંક વગેરે વધુ હોય છે. 

તેમણે કહ્યું કે ખેડૂતોને ખર્ચાના દોઢ ગણા ભાવ MSP તરીકે મળ્યા, આ માટે અનેક પગલાં લેવાયા છે. MSP અને સરકારી ખરીદ, દેશની ફૂડ સિક્યુરિટીનો મહત્વનો ભાગ છે. આ માટે તેનું ચાલું રહેવું સ્વાભાવિક છે. જ્યારે ભારતના ખેડૂતો શક્તિશાળી બનશે, તેમની આવક વધશે તો કુપોષણ સામેના અભિયાનને પણ એટલું જ બળ મળશે. 

— ANI (@ANI) October 16, 2020

આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયરાજે સિંધિયાની જન્મ શતાબ્દી અવસરે 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો હતો. સરકાર તરફથી રાજમાતા સિંધિયાના સન્માનમાં આ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. આ અવસરે પીએમ મોદીએ કહ્યું હતું કે ગત શતાબ્દીમાં ભારતને દિશા આપનારા કેટલાક વ્યક્તિત્વોમાં રાજમાતા સિંધિયા પણ સામેલ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news