નવી દિલ્હી: કોરોના સંક્રમણ (Coronavirus)ના મામલે દેશમાં દરરોજ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ હજારો નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે. એવામાં કોરોના ટેસ્ટિંગ કિટને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર ભારતમાં બુધવારે દુનિયાની સૌથી સસ્તે કોરોના કિટ લોન્ચ કરવામાં આવી છે. આ કિટને આઇઆઇટી દિલ્હી (IIT Delhi)એ બનાવી છે. કિટને કોરોશ્યોર (Corosure) નામ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું હશે કિંમત
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બુધવારે 'કોરોશ્યોર' ટેસ્ટિંગ કિટને લોન્ચ કરી હતી. આ કિટથી 85 મિનિટમાં કોરોના સંક્રમણની તપાસનું સો ટકા સાચું રિઝલ્ટ મળશે. હાલના સમયમાં કોરોના ટેસ્ટિંગ માટે સેંપલિંગ કરવામાં આવે છે અને પછી તેનું રિજલ્ટ કલાકો પછી આવે છે. જ્યારે આઇઆઇટી દિલ્હીની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કિટ 'તપાસ-ફ્રી' સિસ્ટમ હેઠળ કામ કરે છે. 


આઇઆઇટી દિલ્હી દ્વારા વિકસામાં આવેલી 'પ્રોબ-ફ્રી' છે, 100 ટકા સારું રિઝલ્ટ આવે છે. ખાસ વાત એ છે કે આઇઆઇટી દિલ્હી દેશની એવું શિક્ષણ સંસ્થા છે, જેની ટેસ્ટિંગ કિટ ઉપયોગમાં લાવશે. કુસુમ સ્કૂલ ઓફ બાયોલોજિક સાયન્સની લેબમાં આ ટેક્નિકને વિકસિત કરવામાં આવી છે.

શું હોય છે RT પીસીઆર ટેસ્ટ
આરટી-પીસીઆરમાં એ વાતની તપાસ કરવામાં આવે છે કે વાયરસ છે કે નહી. તેના માટે વ્યક્તિ રેસ્પિરેટરી ટ્રેક્ટ, થ્રોટ સ્વૈબ અથવા નાકની પાછળ ગળાના ભાગમાંથી સેમ્પલ લેવામાં આવે છે. તેના પરિણામ આવવામાં સરેરાશ 24 કલાકનો સમય લાગે છે. આરટી-પીસીઆર (રિયલ ટાઇમ પોલીમર્સ ચેન રિએક્શન) ટેસ્ટ હોય છે. જોકે અત્યાર સુધી આવા ટેસ્ટ ફક્ત લેબોરેટરીમાં જ કરવામાં આવી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube