Quiz banner

રાહતનો બીજો હપ્તો:સરકાર 4 મેથી જનધન ખાતામાં 500 રૂપિયા ટ્રાન્સફર કરશે, તમારા નજીકના ATMમાંથી પૈસા ઉપાડી શકશો

4 વર્ષ પેહલા
Loading advertisement...
  • 4 થી 11 મે દરમિયાન ખાતા નંબરના છેલ્લા આંકડા મુજબ પૈસા જમા થશે
  • તમે તમારા વિસ્તારમાં આવેલા ATM મશીન, નજીકના બેંક મિત્ર, CSPs વગેરેમાંથી પૈસા લઈ શકો છો
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત સોમવારે એટલે કે 4 મે 2020ના રોજ પ્રધાનમંત્રી જનધાન યોજના (PMJDY)ના મહિલા ખાતાધારકોના અકાઉન્ટમાં 500-500 રૂપિયાના બીજા હપ્તા જમા કરવામાં આવશે. આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર જનધન ખાતાના છેલ્લા નંબર પ્રમાણે કરવામાં આવે છે. પૈસા 5 દિવસમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી સામાજિક અંતર માર્ગદર્શિકાનું પાલન કરવામાં મદદ મળશે. એપ્રિલ મહિનામાં 20.5 કરોડ મહિલા જનધાન ખાતામાં 500-500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

Loading advertisement...

17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું
સરકારે લોકડાઉનને 17 મે સુધી લંબાવી દીધું છે. જો કે, આ દરમિયાન સમગ્ર દેશમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. કોવિડ-19 સંકટ દરમિયાન ગરીબ લોકોની મદદ માટે નાણામંત્રીએ 26 માર્ચે જાહેરાત કરી હતી કે મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં એપ્રિલથી 3 મહિના સુધી દર મહિને 500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. 

શું છે ટાઈમ ટેબલ
જનધન લાભાર્થી મહિલાઓને તેમના અકાઉન્ટ નંબરના આધારે પૈસા ઉપાડવાની છૂટ છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે ખાતાધારકોના અકાઉન્ટ નંબર 0 અથવા 1 પર  સમાપ્ત થાય છે, તેમના અકાઉન્ટમાં 4મેના રોજ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. 

આ દિવસે જમા થશે નાણા

  • 0 થી 1 નાં રૂપમાં અંતિમ અંક છે તે ખાતામાં 4 મેનાં દિવસે નાણા જમા થશે
  • 2 અથવા 3 ની સાથે સમાપ્ત થનારા ખાતા સંખ્યામાં 5 મે પૈસા જમા થશે
  • 4 અથવા 5 નાં સાથે ખાતા સંખ્યાવાળા ખાતામાં 6 મેનાં દિવસે રકમ જમા થશે
  • 6 અથવા 7નાં સમાપ્ત થનારા ખાતા સંખ્યામાં 8 મેંનાં દિવસે
  • 8 અથવા 9 સાથે સમાપ્ત થનારા ખાતા સંખ્યા માટે 11 મેંનાં દિવસે રકમ જમા કરાશે

કેવી રીતે ઉપાડી શકો છો પૈસા ?
સરકારના જણાવ્યા પ્રમાણે, તમે તમારા વિસ્તારમાં આવેલા ATM મશીન, નજીકના બેંક મિત્ર, CSPs વગેરેમાંથી પૈસા લઈ શકો છો અને બને ત્યાં સુધી બેંકમાં જવાનું ટાળવું. ભારત સરકારની સૂચના મુજબ આ લોકડાઉન દરમિયાન ATMનો ઉપયોગ સંપૂર્ણપણે મફત છે

Loading advertisement...