Quiz banner

અનલોક-4 માટે ગાઈડલાઈન:7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ થશે, 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, રાજકીય કાર્યક્રમોમાં 100 લોકો સામેલ થઈ શકશે, શાળા-કોલેજ બંધ રહેશે

નવી દિલ્હી4 વર્ષ પેહલા
Loading advertisement...
  • સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું પડશે, તેની ગૃહ મંત્રાયલ ખુદ દેખરેખ રાખશે
  • દેશમાં કોઈપણ જગ્યાએ જવા માટે અલગથી પરવાનગી લેવાની જરૂર નહીં પડે
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

જો તમને સપ્ટેમ્બરમાં શરૂ થનાર અનલોક-4ની રાહ હતી, તો તેની ગાીડલાઈન્સ બહાર પડી ગઈ છે. 5 મહિના પછી 3 મોટી રાહત અપાઈ રહી છે. પ્રથમ છૂટ છે 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ કરવાની પરવાનગી અપાઈ છે. તેના વિશે ગાઈડલાઈન અલગથી જાહેર થશે.

Loading advertisement...

બીજી મોટી વાત છે 21 સપ્ટેમ્બરથી કોઈપણ પ્રસંગમાં 100 લોકો ભેગા થઈ શકશે. ત્રીજી વાત છે કે સ્કૂલ-કોલેજ બંધ રહેશે, પરંતુ 9થી 12 ધોરણના બાળકો ટીચર્સના ગાઈડન્સ માટે પોતાની ઈચ્છાથી સ્કૂલે જઈ શકશે.

1. મેટ્રો સેવા: 5 મહિના પછી શરૂઆત
દિલ્હી, કોલકતા, મુંબઈ અને બેંગલુરુ જેવા શહેર ઈચ્છતા હતા કે મેટ્રો સેવા શરૂ થાય. અનલોક-4 અંતર્ગત રાજ્ય સરકાર 7 સપ્ટેમ્બરથી તેની શરૂઆત કરી શકશે. તેમા મુસાફરી કેવી હશે અને કઈ વાતનું ધ્યાન રાખવું પડશે તેના માટે શહેરી વિકાસ મંત્રાલય અલગથી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) બહાર પાડશે.

2. સો લોકોની લિમિટ સાથે દરેક પ્રકારના પ્રસંગને પરવાનગી
22 માર્ચે જ્યારે જનતા કર્ફ્યુ લાગુ થયો હતો, તે પહેલા જ દેશભરમાં રાજ્ય સરકારોએ ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન પર રોક લગાવી દીધી હતી. હવે તેને 21 સપ્ટેમ્બરથી ફરીથી શરૂ કરવાની પરવાનગી અપાઈ છે. ઓપન એર થિયેટરને પણ 21 તારીખથી ખોલવાની છૂટ અપાઈ છે. પણ આ કાર્યક્રમોમાં કેટલીક શરતો છે.

  • આવા પ્રસંગોમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે.
  • પ્રસંગમાં હાજરી આપનારે માસ્ક પહેરવું ફરજીયાત હશે.
  • જ્યાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યાં સોશિયલ ડિસ્ટેંસિંગના ઉપાય કરવા જરૂરી છે.
  • આવી જગ્યાએ થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશની સુવિધા આપવી પડશે.

3. દરેક ઘરનો સવાલ સ્કૂલ-કોલેજ ખુલશે કે નહીં?

  • તેનો જવાબ છે નહીં. ગાઈડલાઈનમાં કહેવાયું છે કે સ્કૂલ, કોલેજ, એજ્યુકેશનલ અને કોચિંગ ઈન્સ્ટિટ્યુટ્સ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. જો કે 21 સપ્ટેમ્બરથી અમુક બાબતમાં તેમા છૂટ અપાઈ રહી છે....
  • ઓનલાઈન કોચિંગ અને ટેલિ કાઉન્સલિંગ જેવા કામ માટે 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને સ્કૂલ બોલાવી શકશે.રાજ્ય સરકાર તેની પરવાનગી આપી શકશે.
  • 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ટીચર્સના માર્ગદર્શન માટે પોતાની ઈચ્છાથી સ્કૂલે જઈ શકશે. તેના માટે તેઓએ પેરેન્ટ્સ કે વાલીની લેખિતમાં મંજૂરી લેવી પડશે.
  • નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ્સ, ઈડસ્ટ્રિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ્સ (ITI) અને શોર્ટ ટર્મ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ આપી શકાશે.
  • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપમાં પણ ટ્રેનિંગ શરૂ કરી શકાશે.
  • માત્ર પીએચડી કરી રહેલા રિસર્ચ સ્કોલર્સ માટે હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ્સ ખુલશે. ટેક્નિકલ અને પ્રોફેશનલ કોર્સિસ માટે જે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને લેબોરેટરીનો ઉપયોગ કે એક્સપેરિમેન્ટ વર્ક જરૂરી છે તે કોલેજ જઈ શકશે. રાજ્યો સાથે વાતચીત પછી હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તેને ખોલવાની પરવાનગી આપશે.

4 શું હવે વાંરવાર લોકડાઉન નહીં લાગે?
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સમાં આવા જ શંકેતો મળી રહ્યા છે. તેમા કહેવાયું છે કે રાજ્ય સરકાર હવે રાજ્ય, જિલ્લા, સબ ડિવિઝન, શહેર કે ગામ્ય સ્તરે કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર કેન્દ્ર સરકારની સલાહ વગર લોકડાઉન લગાવી શકશે નહીં.

5. દેશમાં હજુ સુધી શું બંધ રહેશે?

  • રેગ્યુલર પેસેન્જર ટ્રેન સેવા બંધ રહેશે.હાલ પસંદગીની ટ્રેનો જ ચાલી રહી છે.
  • ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ રહેશે. હાલ વંદે ભારત મિશન અંતર્ગત ફ્લાઈટ્સ ચાલી રહી છે.
  • મલ્ટીપ્લેક્સ બંધ રહેશે.
  • થિયેટર, સ્વીમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, ક્લોઝ્ડ થિયેટર બંધ રહેશે.

6. આ વાત દરેક વખતે જણાવાઈ રહી છે

  • કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાશે.
  • ઈન્ટર અને ઈન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટ પર હવે કોઈ પ્રતિબંધ નહીં હોય. કોઈપણને દેશમાં ગમે ત્યાં જવા માટે અલગ પરવાનગી લેવાની જરૂર નથી.
  • દરેકે સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું પડશે. દુકાનો પર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું ફરજીયાત છે.
  • 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી નાની વયના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને જ્યારે જરૂર ન હોય તો બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે.
  • આરોગ્ય સેતુ એપને પ્રોત્સાહન આપો.
Loading advertisement...