Quiz banner

નાગરિકતા કાયદાનો ભ્રમ દૂર કરતા આ 11 જવાબ, સરકારે CAA-NRC અંગે પ્રશ્નોત્તરી જારી કરી

4 વર્ષ પેહલા
Loading advertisement...
પ્રદર્શનકારીઓએ મોટા પ્રમાણમાં નુકાસાન પહોંચાડ્યું હતું.
  • સરકારે CAA-NRC અંગે પ્રશ્નોત્તરી જારી કરી, પણ તેમાં એ સવાલ નહોતા જેના પર સૌથી વધુ ભ્રમ, ભાસ્કરે એવા સવાલ ગૃહમંત્રાલયને પૂછ્યા
  • નાગરિકતા સુધારો કાયદો (સીએએ)ને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે
  • ભાસ્કરે ગૃહ મંત્રાલય પાસેથી એ સવાલોનો જવાબ મેળવ્યો, જેને લઈને સૌથી વધુ ભ્રમ છે
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

સંતોષ કુમાર, નવી દિલ્હીઃ સૌથી પહેલા જાણો કે, સીએએ શું છે? 
સીએએ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક કારણસર હેરાનગતિથી કંટાળીને આવેલા હિંદુ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને નાગરિકતા અપાશે. જે 31 ડિસેમ્બર 2014થી પહેલા આવ્યા છે, તેમને નાગરિકતા મળશે. 
તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે? 

Loading advertisement...
  • પૂર્વોત્તરના લોકોને લાગે છે કે, શરણાર્થીઓને નાગરિકતા આપવાથી તેમની સંસ્કૃતિ અને ઓળખ ખતમ થઈ જશે.
  • મુસ્લિમોનું કહેવું છે કે, સીએએમાં મુસ્લિમ શરણાર્થીઓને બાકાત રાખવા ભેદભાવ છે.
  • મુસ્લિમો તેને એનઆરસી સાથે જોડીને જુએ છે. તેમને ડર છે કે, એનઆરસી લાગુ થશે કે બિન મુસ્લિમોને નાગરિકતા મળશે. તેનાથી પરેશાની થશે.

બીજી તરફ શરણાર્થીઓની સ્થિતિ 
જોધપુર - અહીં 21 હજાર શરણાર્થી, સ્થિતિ ખરાબ 
મહાવીર પ્રસાદ શર્મા, જોધપુર- એકલા રાજસ્થાનના જોધપુરમાં જ 21 હજાર બિન મુસ્લિમ શરણાર્થી રહે છે. કોઈ મજૂરી, કોઈ ભંગાર તો કોઈ પથ્થરોની ખાણમાં કામ કરીને ગુજરાન ચલાવે છે.મોટા ભાગના ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. હાલમાં જ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સાંસદે પોતાના ક્વોટામાંથી તેમના વિકાસ માટે રૂ. દસ લાખ આપવાની જાહેરાત કરી છે. તેમને પણ વડાપ્રધાન આવાસ યોજનામાં જોડવાનો અને નોકરી અપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

1. શું એનઆરસી લાગુ થશે? જો હા, તો સંભવિત કાયદેસર ડોક્યુમેન્ટ્સ કયા હશે?
જવાબ- હજુ સરકારે તેનું ફ્રેમવર્ક નથી કર્યું. તારીખ પણ નક્કી નથી. ગૃહ મંત્રી જાહેરાત કરી ચૂક્યા છે કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં એનઆરસી લાગુ થઈ જશે. 
2. એવું કહેવાય છે કે, જો દેશમાં એનઆરસી લાગુ થશે તો બિન મુસ્લિમો યાદીમાં નહીં હોવા છતાં સીએએથી નાગરિક બની જશે, જ્યારે મુસ્લિમો બહાર થઈ જશે.
જવાબ- ના. તેનાથી ભારતીય નાગરિકોને અસર નહીં થાય. તેમને બંધારણ હેઠળ મળેલા મૌલિક અધિકાર મળશે. સીએએ સહિત કોઈ પણ કાયદો આ અધિકારો ના છીનવી શકે. સીએએથી મુસ્લિમો પ્રભાવિત નહીં થાય. સીએએનો હેતુ એ લઘુમતીઓનું રક્ષણ કરવાનો છે, જે ત્રણ પાડોશી દેશમાં ધાર્મિક કારણથી પીડિત છે. કોઈ પણ દેશ કે ધર્મની વ્યક્તિ ભારતના નાગરિકતા કાયદો 1955ની કલમ 6 હેઠળ અરજી કરી શકે છે. હાલનું સંશોધન તેની સાથે કોઈ છેડછાડ નથી કરતું. 
3. સીએએ પહેલા અન્ય દેશના નાગરિકોને નાગરિકતા મળતી હતી, શું તે મળતી રહેશે?
જવાબ- તેમાં કોઈ ફેરફાર નથી કરાયો. આ લોકો નાગરિકતા કાયદો 1995ની કલમ 6 હેઠળ અરજી કરી શકે છે. આ ત્રણ અને અન્ય દેશના મુસ્લિમો નાગરિકતા માટે હંમેશા અરજી કરી શકે છે. છેલ્લા છ વર્ષમાં 2,830 પાકિસ્તાની, 912 અફઘાની અને 172 બાંગ્લાદેશી નાગરિકને ભારતીય નાગરિકત્વ અપાયું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2014માં સરહદ કરાર થયા હતા, જેમાં 50થી વધુ વિસ્તાર સામેલ કરાયા હતા. ત્યાર પછી 14,864 બાંગ્લાદેશી નાગરિકને ભારતીય નાગરિકત્વ અપાયું હતું, જેમાં મુસ્લિમોની સંખ્યા વધુ હતી. 
4. આસામમાં એનઆરસીની યાદીમાંથી બહાર નીકળેલા હિંદુઓને શું સીએએ દ્વારા નાગરિકત્વ મળશે?
જવાબ- બિલકુલ. જો તેઓ અરજી કરે છે તો તેમને નાગરિકત્વ મળી શકે છે, પરંતુ હજુ પ્રક્રિયા પૂરી નથી થઈ. એનઆરસીમાંથી બહાર થયેલા લોકો પાસે ટ્રિબ્યુનલથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવાનો વિકલ્પ ખુલ્લો છે. જો તમામ જગ્યાએ તેમને લાભ મળે છે, તો નવા કાયદા હેઠળ નાગરિકત્વ માટે અરજી કરે શકે છે. 
5. સીએએથી આશરે 31 હજાર લોકોને લાભ મળ્યાની વાત કરાય છે. શું તે સાચું છે?
જવાબ- હજુ કોઈ સત્તાવાર આંકડા નથી, પરંતુ નાગરિકત્વ માટે અરજીના આધારે આ સંખ્યા 31,313 છે. પહેલા આ જોગવાઈ ન હતી એટલે લોકો અરજી નહોતા કરતા. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, આ બિલ પછી લાખો લોકોને ફાયદો થશે. એનઆરસીમાં આસામમાં છૂટી ગયેલા લોકો પણ હવે આ માટે અરજી કરશે. 
6. 31 ડિસેમ્બર 2014 પછી આવેલા શરણાર્થીઓનું શું થશે. તે કઈ રીતે નાગરિકતા મેળવી શકશે?
જવાબ - 31 ડિસેમ્બર 2014 પછી આવેલા લઘુમતી કાયદા પહેલાની કલમ 6 હેઠળ નાગરિકતા માટે લાયક ગણાશે. તેમણે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ભારતમાં રહેવું પડશે. આ જોગવાઈ પહેલાં 11 વર્ષની હતી. 31 ડિસેમ્બર 2014ની તારીખ એટલા માટે નક્કી કરાઈ છે કે કાયદો બનતા સુધી આવેલા તમામ શરણાર્થી તેના માટે લાયક થઈ જાય. પાંચ વર્ષની નેચુરલાઈઝેશનની સમયસીમા પૂરી કરી લો. 
7. શરણાર્થી કેવી રીતે સાબિત કરશે કે તે ધાર્મિક રીતે ઉત્પીડિત છે?
જવાબ - આ કાયદાની કલમ 6 કે કલમ 6બી હેઠળ કરાયેલી અરજીમાં ઘોષણા તરીકે આપી શકાય છે અને તેના માટે ધાર્મિક ઉત્પીડન માટે કોઈ વિશિષ્ટ દસ્તાવેજ પુરાવાની જરૂર નથી. ફક્ત કાયદાની અનુસૂચિ-3 હેઠળ આપેલા માપદંડો પૂરા કરવા પડશે.
8. શું તેમને પણ નાગરિકતા મળશે જેના પર 3 દેશોમાં કોઈ ગુનાઈત કેસ દાખલ છે?
જવાબ - કાયદામાં એ વ્યવસ્થા કરાઈ છે કે નાગરિકોનું વિસ્થાપન કે દેશમાં ગેરકાયદે વસાવટને લઈને તેમના પર પહેલાં કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો તેમની કાયમી નાગરિકતા માટે તેમની લાયકાત પ્રભાવિત ન થાય પણ સંબંધિત દેશ જ્યાં વિસ્થાપિત થયા છે ત્યાં કોઈ ગંભીર કેસ છે તો તેને લઈને તપાસની પ્રક્રિયા અપનાવી શકાય છે પણ કાયદો હજુ આ મામલે સ્પષ્ટ નથી. નિયમ સાથે કેટલાક પેટાનિયમ બનશે. 
નાગરિકતા કાયદા પર...
દિલ્હી- નાની નાની દુકાનોના ભરોસે જીવન 
તરુણ સિસોદિયા, નવી દિલ્હી- દિલ્હીના મજનુ ટીલા વિસ્તારમાં આશરે 700 પાકિસ્તાની હિંદુ શરણાર્થી રહેછે. અહીં તેમની સ્થિતિ અત્યંત ખરાબ છે. તેઓ રસ્તાની બાજુમાં નાની નાની દુકાનો ખોલીને ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ પાયાની સુવિધા વિના રહે છે. આ પરિવારના 100થી વધુ બાળક એમએસડી સ્કૂલમાં ભણે છે. 
અમદાવાદ- મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે
ગુજરાતમાં શરણાર્થીઓના આશરે 750થી 800 પરિવાર રહે છે. તેમાં મોટા ભાગના મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેઓ કચ્થી અમદાવાદ સુધી રોજગાર માટે ફેલાયેલા છે. જોકે, ભારતીય નાગરિક નહીં હોવાથી તેમને સરકારી યોજનાઓનો લાભ નથી મળતો.
ગૃહ મંત્રાલયના અધિકારીએ કરી વાત
જો કોઈ વ્યક્તિ સામે ગંભીર કેસ છે તો ભારતના એ દેશ સાથે થયેલા કરાર હેઠળ કાર્યવાહી કરાશે. જો અનુસૂચિ-3ના માપદંડ હેઠળ કોઈ વ્યક્તિ જુઠ્ઠી જાહેરાત કરે છે તો પછી નાગરિકતા પણ રદ કરી શકાય છે. 
9. પૂર્વોત્તરનાં રાજ્યોમાં હાલ CAએ કયાં કયાં સ્થળોએ લાગુ છે?
જવાબ - આ સુધારો આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરાના આદિવાસી ક્ષેત્રોમાં રહેતા એવા લોકો પર લાગુ નહીં પડે જે બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ છે અને બંગાળની પૂર્વ સરહદ કાયદા 1873 હેઠળ અધિસૂચિત ઈનર લાઇન હેઠળ આવે છે. જેની જોગવાઈ તેમની મૂળ અને સ્વદેશી સંસ્કૃતિના સંરક્ષણ માટે બનાવાઈ છે. જોકે આ ક્ષેત્રોમાં રહેતા એવા લોકો દેશના અન્ય ક્ષેત્રોમાંથી અરજી કરી શકે છે જ્યાં આ સુધારો લાગુ છે અને એ સ્થળેથી ફક્ત નાગરિકતા સંબંધિત અધિકારો મેળવી શકે છે. 
10. આસામના NRCથી દેશમાં લાગુ થનાર NRC કેવી રીતે અલગ હશે?
જવાબ - હાલ કોઈ ફ્રેમવર્ક નક્કી નથી. જ્યારે દેશભરમાં એનઆરસીની જાહેરાત થશે તો આસામાં થયેલી મુશ્કેલીઓમાંથી બોધપાઠ  લઈ એવા નિયમ અને નિર્દેશ બનાવાશે જેથી ભારતમાં જન્મ લેનારા કોઈ પણ મૂળ નાગરિકને મુશ્કેલી ના પડે.
11. NRC અને CAAમાં જે લોકો સામેલ નહીં થાય, શું તેમને ડિટેન્શન કેમ્પોમાં રખાશે? કાં ફક્ત નાગરિક અધિકાર પાછા લઈ લેવાશે?
જવાબ - એવા લોકોના કાર્ડ રદ કરતા પહેલાં તેમને સુનાવણીનો પૂરો અધિકાર મળશે. પ્રક્રિયા દરમિયાન તેમને કોઈ અધિકારથી વંચિત નહીં કરાય. એવામાં પાડોશી દેશો સાથે વાતચીત કરાશે અને જો પાડોશી દેશ તેમના નાગરિકોને સ્વીકારવા તૈયાર થાય તો તેમને સોંપી દેવાશે. એવું નહીં થાય તો એવા લોકોને વર્ક પરમિટ આપવામાં આવી શકે છે. તેમને ભારતીય નાગરિકતા કાયદાની કલમ 6 હેઠળ મળતાં અધિકારો જ મળશે.(તમામ સવાલોના જવાબ ગૃહમંત્રાલયના અધિકારીઓ અને સંસદમાં અપાયેલા નિવેદનના આધારે જ છે.)

Loading advertisement...