મોટર વિહિકલ ઍક્ટ : ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો, કઈ બાબત માટે કેટલો દંડ?

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

મંગળવારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવા મોટર વિહિકલ ઍક્ટની જોગવાઈઓને સ્વીકારી છે, જે 16મી સપ્ટેંબરથી લાગુ થશે.

રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલાં દંડની જોગવાઈઓને ઘટાડીને લાગુ કરી છે.

રાજ્યમાં લાગુ થયેલી નવી જોગવાઈઓ બાદ દંડની રકમ અગાઉ કરતાં બેથી પાંચ ગણી વધી જશે.

જો, વાહનચાલક પાસે જરૂરી ડૉક્યુમૅન્ટની ડિજિટલ લૉકરમાં સોફ્ટ કૉપી હશે તો તેને માન્ય ગણવામાં આવશે.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 'આ કાયદો છે અને તે રાજનેતા કે વીઆઈપી સહિત તમામને લાગુ પડશે.'

line

રોજિંદી બાબતોમાં દંડની જોગવાઈઓ

ટ્રાફિક પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Facebook કન્ટેન્ટ, 1

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દંડ અંગેની વિગતો આપી હતી.

હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂ. 500 કરી દેવામાં આવી છે, જે અગાઉ રૂ. 100 હતી. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે.

જો ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય. પરંતુ ટ્રિપલ સવારી માટે દર વખતે રૂ. 100-100નો દંડ થશે.

સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂ. 500નો દંડ થશે, કેન્દ્ર સરકારના કાયદામાં રૂ. 1000 ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આર.સી. બૂક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઈ વાહન ચલાવતા પકડાશે તો પહેલી વખત રૂ. 500 અને બીજી વખત પકડાશે તો રૂ. 1,000નો દંડ થશે.

ગ્રાફિક

રજિસ્ટ્રેશન વગર ટૂ-વ્હિલર ચલાવવા બદલ રૂ. 2000, રૂ. 3000 અને રૂ. 5000 એમ વાહનોની શ્રેણીના આધારે ત્રણ તબક્કામાં દંડને વિભાજિત કરવામાં આવ્યો છે.

લાઇસન્સ વગર વાહન ચલાવા બદલ રૂ. 3000નો દંડ થશે, જો અન્ય કોઈનું વાહન હશે તો વાહનમાલિકને પણ રૂ. રૂ. 3000નો દંડ થશે.

લાઇસન્સ વગરનાં ટૂ-વ્હિલરને ચલાવવા બદલ રૂ. 2000 અને તેથી ઉપરનાં વાહનો માટે રૂ. રૂ. 3000ના દંડની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂ. 5000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ 50 જેટલી કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે.

ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા બદલ પ્રથમ વખત રૂ. 500 અને બીજી વખત રૂ.1,000નો દંડ થશે.

રોડ-ટ્રાન્સપૉર્ટ તથા ટ્રાફિક-પોલીસને દંડ વસૂલવાની સત્તા રહેશે, જોકે અમુક પ્રકારના દંડ લાગુ કરવાની કે તેના માંડવાળની સત્તા કોર્ટ પાસે જ રહેશે.

સ્થળ ઉપર દંડ સિવાય ઈ-ચલણની વ્યસ્થા ચાલુ રહેશે.

line

જીવલેણ નિયમભંગ માટે વધુ દંડ

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

ભયજનક રીતે વાહન ચલાવવા બદલ ટૂ અને થ્રી-વ્હિલરને રૂ. 1,500, લાઇટ મોટર વિહિકલને રૂ. 3,000 અને ભારે વાહનોને રૂ. 5,000નો દંડ થશે.

પૂરપાટ ઝડપે વાહન ચલાવવા બદલ ટૂ-વ્હિલર, થ્રી-વ્હિલર કે ટ્રેક્ટરને રૂ. 1,500, લાઇટ મોટર વિહિકલને રૂ. 3,000 અને ભારે વાહનોને રૂ. 4,000નો દંડ થશે.

એક્સપ્રેસ હાઈવે ઉપર જો મોટરની ઝડપ 120 કિલોમિટર પ્રતિકલાકથી વધુ હશે તો તેને ઓવરસ્પીડ ગણવામાં આવશે.

નેશનલ હાઈવે તથા ફૉરલૅન માટે 100 કિલોમિટર પ્રતિકલાકની ઝડપને 'પૂરપાટ' ઝડપ તરીકે નક્કી કરવામાં આવી છે.

જાહેરમાં વાહનોની હરીફાઈ કરવા તથા ભયજનક રીતે વાહન ચલાવવા બદલ રૂ. 5,000ના દંડની જોગાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ આને માટે રૂ. 5000 દંડ ઠરાવેલો છે. આમાં જો બીજીવાર પકડાશે તો 10,000 રૂપિયાનો દંડ થશે.

જો કોઈ વાહન ઍમ્બુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનના માર્ગમાં અડચણ ઊભી કરે તો રૂ. 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે, અગાઉ આ દંડ રૂ.100નો હતો.

રૂપાણીના કહેવા પ્રમાણે, દર વર્ષે ગુજરાતમાં લગભગ 20 હજાર જેટલા અકસ્માત થાય છે, જેમાં લગભગ આઠ હજાર લોકોનાં મૃત્યુ થાય છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો