How to: કેવી રીતે પોતાનું જનધન યોજના ખાતું ખોલાવવું? જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં જન-ધન યોજના શરૂ કરી હતી. ત્યારે તમે પણ આ અંગ વિગતવાર જાણવા ઇચ્છો છો તો વાંચો...


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનધન યોજના, દેશના લોકો એક રાષ્ટ્રીય મિશન હેઠળ લોકો બેંકિગ, બચત અને જમા ખાતા જેવી નાણાંકિય સેવાઓ માટે શરૂ કરવામાં આવી હતી. આ પાછળનો મુખ્યહેતું આઝાદી પછી 70 વર્ષોથી બેંકિગથી દૂર રહેલા લોકોને આ યોજના હેઠળ બેંકિગ તરફ વાળવા અને તેમને તે માટે ઉત્સાહિત કરવાનો હતો. જેથી કરીને દેશની અર્થવ્યવસ્થા સાથે તેમને સીધી રીતે જોડી શકાય. તો જો તમે પણ જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવા ઇચ્છતા હોવ કે પછી આ અંગે ગુજરાતીમાં વિગતવાર જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો વાંચો આ આર્ટીકલ.

Advertisement

Read also: ભીમ એપથી કેવી રીતે કરશો કમાણી,જાણો અહીં

કોણ ખાતું ખોલાવી શકે?

  • કોઇ પણ વ્યક્તિ જે ભારતીય નાગરિક હોય તે આ યોજનામાં ખાતુ ખોલાવી શકે છે.
  • 10 વર્ષથી નીચેનો બાળક પણ ખાતુ ખોલાવી શકે છે. આવા કેસમાં બાળકના માતા પિતા ખાતાની સંભાળ રાખી શકે છે.
  • જેની પાસે પણ સરકારી અધિકારી દ્વારા સ્થાપિત ઓળકપત્ર જેમ કે આધાર કાર્ડ હોય તે પણ આ ખાતું ખોલાવી શકે છે.
Advertisement
કેવી રીતે?

આ માટે જન ધન યોજનાની અધિકૃત બેંકોના લિસ્ટ પ્રમાણે જે તે બેંકમાં જવું. ત્યાં તમને એકાઉન્ટ ખોલવા માટે ફોર્મ આપવામાં આવશે.

ફોર્મમાં શું હશે?

જન ધન યોજના માટે તમારે આઇડી પ્રુફ જેમ કે આધાર કાર્ડ સાથે તમામ વિગતો ભરે ટ્રૂ કોપી આપી ફોર્મ બેંકમાં જમા કરાવવું પડશે. આ અરજીમાં કંઇ બેંકમાં ખાતુ ખોલવું, બ્રાન્ચનું નામ શું, ગામ, જિલ્લો, રાજ્ય, પિનકોર્ડ તમામ વિગતો બરાબર રીતે લખવાની રહેશે.

આઇડી પ્રુફ

તમારી જોડે જો આધાર કાર્ડ છે તો આ અરજી સાથે તમારે અન્ય કોઇ પણ દસ્તાવેજ આપવાની જરૂર નથી. પણ જો આધાર કાર્ડ નથી તો તમે નીચે મુજબ દસ્તાવેજ આપી શકો છો.

  • વોટરકાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ
  • નરેગા કાર્ડ (મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ)
શું છે લાભ?
  • આ યોજના હેઠળ ખાતુ ખોલવાથી તમને રૂપે ડેબિટ કાર્ડ મળશે. જેનાથી તમે પૈસા નીકાળી પણ શકશો અને ખરીદી પણ કરી શકશો.
  • આ યોજના હેઠળ તમે જીરો બેલેન્સ સાથે ખાતુ ખોલી શકો છો. પૈસા નીકાળવા અને જમા મફતમાં કરી શકો છે.
  • તમે કોઇ પણ ભાડુ ભર્યા વગર ફંડ ટ્રાંસફર કરી શકો છો.
  • ખાતા સાથે નિ:શુલ્ક મોબાઇલ બેંકિગ સુવિધા પણ આપવામાં આવશે.
  • એક પરિવારમાંથી કોઇ પણ બે લોકો જનધન યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવી શકે છે.
  • વધુમાં પરિવારમાં જે બે વ્યક્તિઓ જનધન ખોલાવે છે તેમાં એક વ્યક્તિ દીઠ રૂ.5000 સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ સરકારે આપી છે. અને તે માટે ઘરેલુ મહિલાને પહેલું પ્રાધાન્ય આપ્યું છે.
  • સાથે જ એક એકાઉન્ટ દીઠ રૂ. 1 લાખનું આકસ્મિક કવર અને 30,000 રૂપિયાનું મફત લાઇફ કવર પણ સરકાર આપી રહી છે.
હવે વધુ વાંચો આધાર Pay વિષે

આધાર પે સાથે જોડાયેલી 6 વાતો.

PM મોદીનીન ઉડ્ડાન સ્કીમ વિષે વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શિમલામાં ઉડ્ડાન યોજનાની શરૂઆત કરી. આ સ્કીમ હેઠળ એક કલાકની ઉડ્ડાન માટે ભાડુ 2500 રૂપિયા સુધી નિર્ધારિત કરવામાં આવશે.

ઉડ્ડાન યોજના વિષે વધુ જાણવા અહીં ક્લિક કરો.

English Summary

Pradhan Mantri Jan-Dhan Yojana (PMJDY) is National Mission for Financial Inclusion to ensure access to financial services, namely, Banking, Savings and Deposit Accounts.